Wednesday, July 25, 2012

એક તારો બોલે મીરા ના ભેદ ખોલે


એક તારો બોલે
મીરા ના ભેદ ખોલે..........એક તારો બોલે

મધુર પદોથી હર પ્રભાતે
ઇશ્વર ને ઢંઢોળે .......... .

હસતા હસતા વિષ પીને
શ્રધ્ધા ની ગાથા બોલે...... એક તારો બોલે

સુખ વૈભવ મહેલો ના
વાંસળીએ થી  તોલે.......

લોક લાજ ત્યાગી ને
કેવી હરી નામ માં ડોલે......એક તારો બોલે

જાત ફક્ત ભક્તી ની એકજ
રઈદાસ ને તરબોળે .......

મારગ એવો સિધ્ધ કર્યો
ખુદ ઇશ્વર આવ્યો ટોળે ......એક તારો બોલે

એક તારો બોલે
મીરા ના ભેદ ખોલે..........એક તારો બોલે

સુકેશ પરીખ ૨૩/૦૭/૨૦૧૨

Thursday, July 19, 2012

કસબ


મુઠ્ઠિ ઓ ખોલી તો જો હાથ મા તારા આસમાની કસબ છે.
એક ઠેસ મારી  તો જો ચરણો મા તારા ભાગ્ય અજબ છે.
બે હાથ જોડી વંદી  તો જો , ઇશ્વર ની મહેર ગજબ છે .
------------સુકેશ પરીખ------------૧૩/૦૫/૨૦૧૨

કઈક નેક


એક જ પંથ ના રાહી સહુ,
સહુ ની મંઝીલ એક.
સાથ કોઇનો ક્યારે છુટે?
કરી લઈએ કઈક નેક............સુકેશ પરીખ ૮/૫/૨૦૧૨






વાત તારા રૂપ ની


સુરજ મા તારુ રૂપ ભળ્યુ ને દિશાઓ પ્રકાશીત થઈ ગઈ,
હવાએ તને સ્પર્શ કર્યો ને હવા સુગંધીત થઈ ગઈ ,
કળી ઓ મા તારો સ્વાસ ભળ્યો ને કળી ઓ પુલકીત થઈગઈ,
પાણી ને જ્યા હાથ અડ્યો ને પાણી મદિરા થઈ ગઈ,
કેશ તે જ્યા ખોલ્યા ને વેલ લતા થઈ ગઈ
પાપણ સહેજ ઝુકી ને સાંજ સિંદુરી થઈ ગઈ
નયન મા આંજ્યુ કાજળ ને રાત કાલીઘટા થઈ ગઈ
વાત તારા રૂપ ની કરી  જ્યા, શ્રુષ્ટી માં ચર્ચા થઈ ગઈ.....
                                                  સુકેશ પરીખ ૬/૫/૨૦૧૨

Wednesday, July 4, 2012

વરસાદ


પડવા માં એનો ફાયદો શોધતો થઈ ગયો છે
આ વરસાદ પણ અમદાવાદી થઈ ગયો છે .

નક્કી કોમોડિટિ બાઝાર માં લિસ્ટિંગ હશે એનુ
અછત ઉભી કરી સટ્ટો કરતો  થઈ ગયો છે.
આ વરસાદ પણ અમદાવાદી થઈ ગયો છે ..

કેટલા મહાદેવ ડુબાડશું? કેટલા દેડકા પરણાવશું?
ટોટકા કરતા માણસ ની મઝા લેતો થઈ ગયો છે
આ વરસાદ પણ અમદાવાદી થઈ ગયો છે

છ્ત્રી વેચનાર ની દુરંદેશી પર હસતો થઈ ગયો છે
વરતારો કરનાર પર મનમાં મલકાતો થઈ ગયો છે
આ વરસાદ પણ અમદાવાદી થઈ ગયો છે

આકાશે મીંટ માડેલ ગરજાઉ આંખો વાળા
જગતા ના તાત સાથે ભાવ તાલ કરતો થઇ ગયો છે.
આ વરસાદ પણ અમદાવાદી થઈ ગયો છે...... 
         *સુકેશ પરીખ*  ૨/૭/૨૦૧૨