મુર્તિ હો કે પત્થર શ્રધ્ધા હોવિ જોઇએ
નામ ગમે તે હો સાચી ભક્તી હોવિ જોઇએ .
ચાખેલ હો તો હો ભલે શબરી હોવિ જોઇએ
સમય એનો નક્કી છે ધિરજ હોવી જોઇએ.
આસપાસ જ છે એ અહી ,પાક નઝર હોવી જોઇએ
હાથી ની એ પુકાર જેવી, બંદગી હોવી જોઇએ
(ગજેંદ્ર મોક્ષ સ્તુતી ,ભાગવત કથા માં હાથી અને મગર ના
સંદર્ભે)
ધન વૈભવ ના ખપે એને , સાદગી હોવી જોઇએ
માંગે છે તો બસ એટલુ કે કરુણા હોવિ જોઇએ
માનવાતા જ ધર્મ છે, કોઇ બલી ના હોવી જોઇએ
ધાર્મીક હોય તો ભલે ધર્મની જાત ના હોવી જોઇએ
*સુકેશ પરીખ* ૨૪/૦૭/૨૦૧૨
No comments:
Post a Comment