Saturday, August 11, 2012

મુર્તિ હો કે પત્થર


મુર્તિ હો કે પત્થર શ્રધ્ધા હોવિ જોઇએ
નામ ગમે તે હો સાચી ભક્તી હોવિ જોઇએ .

ચાખેલ હો તો હો ભલે શબરી હોવિ જોઇએ
સમય એનો નક્કી છે ધિરજ હોવી જોઇએ.

આસપાસ જ છે એ અહી ,પાક નઝર હોવી જોઇએ
હાથી ની એ પુકાર જેવી, બંદગી હોવી જોઇએ
(ગજેંદ્ર મોક્ષ સ્તુતી ,ભાગવત કથા માં હાથી અને મગર ના સંદર્ભે)

ધન વૈભવ ના ખપે એને , સાદગી હોવી જોઇએ
માંગે છે તો બસ એટલુ કે કરુણા હોવિ જોઇએ

માનવાતા જ ધર્મ છે, કોઇ બલી ના હોવી જોઇએ
ધાર્મીક હોય તો ભલે ધર્મની જાત ના હોવી જોઇએ

*સુકેશ પરીખ*  ૨૪/૦૭/૨૦૧૨

Tuesday, August 7, 2012

સસ્તાં માં એક સોદો



ચરણો માં શ્રીફળ રૂપિયો ધરી દીધો
સસ્તાં માં આજ એક સોદો કરી દીધો.

છુપું નથી કશું જેનાથી જગતમાં
એને ય આજ થોડો થોડો છળી દીધો .

પામ્યો બધુ મારા નામે કરી દીધુ  
ભૂલો નો કળશ એના માથે વરી દીધો.

બટકું એ ક્યાં ચાખશે એમ સમજી,
સ્વાર્થ કેરો મેં રાજભોગ ધરી દીધો .

હશે ! થોડું થોડું પુન હું પણ પામીશ
વિચારી એમ કટકો એને ય ધરી દીધો

*સુકેશ પરીખ* ૦૧/૦૮/૨૦૧૨