Sunday, April 29, 2012

પિયર


રજાઓ તો પિયર જવાનુ બહાનુ થઇ ગયુ ,
તારા વગર ઘર મારુ મકાન થઈ ગયુ ............
પગથીયે ઉતરતાં જોઈને મન છાનું થઇ ગયું
"તારી સાથે આવું?" એમ પૂછવાનું રહી ગયું
તને ચાલી જાતાં જોઈને મન સૂનું થઇ ગયું
એક પળ બની અનંત, હૈયુ જૂનું થઇ ગયું ....
ખખડયા જ્યાં વાસણ ને આભાસ થયો તારો ,
તું ગઈ જેવી કે મન મારું ભૂતાવળ થઈ ગયું ...
એક થાળીમાં હતું ભાણું, પણ લાગ્યું સાવ અજાણ્યું
ગળે બાઝ્યાં ડુમા ને ખાણું સ્વાદ વિનાનું થઇ ગયું ..
સુરજની પ્રગટી લાલી અને તારી યાદ આવી
તારી અનુપસ્થિતિથી અંધારું વળવું થઇ ગયું ...
.
....સુકેશ પરીખ.....જનક દેસાઇ.....રાજ ઘાયલ.....૨૮/૦૪/૨૦૧૨

શ્રદ્ધા


ભર્યા વાદળને ક્યાં વરસવું એ બતાવ તું,
હોય ઉપવન કોઈ તરસતું એ બતાવ તું.

જો રોમે રોમ થી છલકાઇ શ્રદ્ધા મારી,
દેવ થઈ પાણાને પ્રગટવું એ બતાવ તું.

પ્રગટ હે સાત આસમાનના સ્વામી હવે,
મારે ક્યાં સુધી સળગવું એ બતાવ તું.

- સુકેશ પરીખ (૨૩/૦૪/૨૦૧૨)